Thursday 16 March 2017

બોક્સઓફિસ પર સાતમાં વીકમાં 'સુપરસ્ટાર'.... હવે... બોલિવૂડમાં પણ 'સુપરસ્ટાર' !

          ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે ફિલ્મ 'સુપરસ્ટાર'.
'સુપરસ્ટાર'... વિશે લખવાનું કારણ એ છે કે, આ ફિલ્મ બોક્સઓફિસ પર પણ 'સુપરસ્ટાર' બની રહી છે. આ હું નથી કહેતો... આ બોક્સઓફિસના આંકડા કહે છે. પહેલા વીકમાં 35.61 લાખ, બીજા અઠવાડિયે 30.25 લાખ, ત્રીજા અઠવાડિયે 42.30 લાખ, ચોથા અઠવાડિયા 52 લાખ... પાંચમાં અઠવાડિયાના આંકડા મારે મેળવવાના બાકી... ને કાલે તો છઠ્ઠા અઠવાડિયાના પણ આંકડા આવી જશે.... ક્રમશ: દરેક અઠવાડિયે ગુજરાતી ફિલ્મના આંકડા વધતા આવે... એ વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારી ગણાય... જો કે, આ આંકડાઓ આવે એ પહેલા બીજી એક સારી વાત એ સામે આવી કે હવે આપણી ગુજરાતી ફિલ્મ 'સુપરસ્ટાર' હવે બોલિવૂડ તરફ એન્ટ્રી કરી રહી છે, રિમેકના રસ્તે...... અને અફકોર્સ ફિલ્મ સાથે ધ્રૃવિન પણ બોલિવૂડમાં કદમ માંડશે...  'સુપરસ્ટાર' પરથી હિન્દી ફિલ્મ બને એટલે તેમાં જરૂર મુજબ કદાચમાં સ્ટોરીમાં થોડાં ઘણાં ફેરફાર થઈ શકે. પરંતુ ગુજરાતી ફિલ્મ પરથી હિન્દી ફિલ્મ બનાવવામાં આવે, એ વાત જ મજ્જાની છે. ગુજરાતી સિનેમામાં સાત વીકનું સામ્રાજ્ય જમાવ્યા બાદ હજુ ફિલ્મ ચાલી રહી છે ત્યારે જ આ સમાચાર આવ્યા કે, ધ્રુવિનના કદમ હવે બોલિવૂડના રસ્તે આગળ વધી રહ્યા છે.  એટલે જેને હજુ આ ફિલ્મ જોવાની બાકી હોય તેના કદમ થિયેટર તરફ આગળ વધે એવું થશે.. બરાબર ને.. ?
         ઈમોશન સાથે થ્રીલરને બરાબર ભેળવીને લખાયેલી સુપરસ્ટારની વાર્તા, તેનુું મેકિંગ.. ધ્રૃવિન અને રશ્મી દેસાઈનો અભિનય, પાર્થ ભરત ઠક્કરનું સંગીત, ટાઈટલ ટ્રેકમાં અરવિંદ વેગડાની ધમાલ, અરમાન મલિક અને શેખર જેવા જાણીતા સિંગરે ગાયેલા ગીત, તેમજ અન્ય ઘણાં બધા એવા પાસા છે કે, જે ફિલ્મ જોનાર પસંદ કરી રહ્યા છે.
         ફિલ્મ જોયા બાદ ( પ્રિમિયરમાં નહી, ટિકિટ ખરીદીને..! ) ધ્રૃવિનને સવાલ કરેલો.. કે, પહેલી જ ફિલ્મમાં 6 વર્ષના બાળકના પિતા તરીકે પરદા પર આવતી વખતે ઈમેજ વિશે ચિંતા ના થઈ ?  "એક્ટર તરીકે ચેલેન્જિંગ એન્ટ્રી લેવી ગમી" આટલો જવાબ આપીને ધ્રૃવિને ઉમેર્યુ કે, "હજુ તો વીસ વર્ષનો જ છું, પણ એક્ટર તરીકે એક જ ઈમેજમાં બંધાવા કરતા પડકારો ઝીલવા પસંદ છે" ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એક્ટિંગ શીખીને.. ગુજરાતી ફિલ્મથી એક્ટર તરીકે એન્ટ્રી લેનાર ધ્રૃવિનની 'રાહ' હવે હિન્દી ફિલ્મની છે. So..ત્યા પણ હવે તે સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ...


Thursday 6 October 2016

બોક્સઓફિસ પર ટક્કર... બધાને BEST OF LUCK


'જે પણ કહીશ એ સાચું જ કહીશ'નું પોસ્ટર
ગુજરાતી ફિલ્મ સાથે સીધી રીતે જોડાયેલા હોય  કે ગુજરાતી ફિલ્મ જગતને માત્ર સલાહ આપવાનું અને ફિલ્મ જગતની ટીકા જ કરવાનું કામ કરતા હોય તે તમામના મોઢે અત્યારે તો એક જ ચર્ચા છે.. 14મી ઓક્ટોબરની....  સાલ્લુ આ ઓક્ટોબર મહિનામાં 2જી ઓક્ટોબરે ગાંધીની અને 31 ઓક્ટોબરે સરદારની ચર્ચા થતી'તી કાયમ... પણ આ 14મી ઓક્ટોબરની ચર્ચાએ જબરું નાટક ( આમ તો ફિલ્લમ!) કર્યુ છે. 

14મી ઓક્ટબરે..... એક જ દા'ડે પાંચ પાંચ ફિલ્મ બોક્સઓફિસ પર આવી રહી છે. એ પાંચ ફિલ્મોમાં નૈતિક રાવલની ફિલ્મ 'જે પણ કહીશ એ સાચુ જ કહીશ', ઉપરાંત 'કોઈ આને પરણાવો', 'મેડ ફોર ઈચ અધર', 'લવારી' અને 'હાર્દિક અભિનંદન' છે. છેલ્લે છેલ્લે કિલ્લોલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ખાટ્ટી મીઠ્ઠી સેટિંગ' આ યાદીમાંથી દૂર થઈ, બાકી છ ફિલ્મોની ટક્કર નક્કી હતી. 

હવે જેની ફિલ્મ રીલિઝ થાય છે, એ મેકર્સ પણ જાણે જ છે કે એક જ તારીખે બધાના ચોકઠા ગોઠવાયા છે. ને તેઓ દર્શકોની વહેચણી બાબતે માનસિક રીતે તૈયાર પણ છે. વળી, દરેકના કંઈક ને કંઈક લોજિક અને ગણિત છે આ જ તારીખ પસંદ કરવા પાછળ. એટલે હવે દર્શકોએ પોત-પોતાને ગમતી ફિલ્મ સુધી પહોંચવાનું નક્કી કરવાનું છે. 

બીજી તરફ એક મોટો વર્ગ આવું તો ન જ થવું જોઈએ ની ચર્ચામાં પડ્યો છે. આમ એક સાથે ફિલ્મ આવવાથી ઈન્ડસ્ટ્રીને નુકસાન જશેની ચર્ચાઓ થઈ રહી છે. પણ યાર આવું તો થવાનું જ હતું એ તો સીધુ ને સટ છે. એક સાથે 100થી વધુ ફિલ્મ ઓન ફ્લોર હોય.. અને વર્ષના શુક્રવાર 52 જ હોય તો પછી એક કરતા વધુ ફિલ્મ એક જ શુક્રવારે આવે એવું બને જ ને ? એમાં કાગારોળ શું કરવા થઈ રહી છે ? રાહ જુઓને 14મીની... ને જોઈ આવો તમને ગમતા વિષય પરની ફિલ્મ....ને તમામ મેકર્સને દિલથી કહો કે, BEST OF LUCK.



Tuesday 31 May 2016

               
                    દે તાલ્લીનું ટાઈટલ સોંગ


કિરણ આચાર્ય અને સંજય હિરપરા નિર્મિત ગુજરાતી ફિલ્મ દે તાલ્લીમાં માત્ર ત્રણ જ ગીત છે. જોકે એ દરેક ગીત જુદા મિજાજના છે. આ ફિલ્મના સંગીતકાર અનવર શેખ છે. લ્યો.. માણો ફિલ્મનું ટાઈટલ સોંગ....


Sunday 29 May 2016

દે તાલ્લી.. ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ


કિરણ આચાર્ય.. પહેલીવાર નિર્માત્રી તરીકે આવી રહ્યા છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે તેમણે કરેલી મહેનતનો અંદાઝ તમને આ પ્રોમો જોઈને લગાવી શકો છો. સંજય મૌર્ય અને વનરાજ સીસોદીયા પણ આ પ્રોજેક્ટ સાથે માત્ર અભિનેતાની જેમ ના રહેતા સંપૂર્ણ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. તો ફિલ્મના નિર્માતા સંજય હિરપરા પણ પારિવારિક ગુજરાતી કોમેડી ફિલ્મ દર્શકોને ચોક્કસ પસંદ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. દિગ્દર્શક સુનિલ સૂચક કોમેડી ટાઇમિંગ માટે જાણીતા છે. તેમની પણ દિગ્દર્શક તરીકે પહેલી ગુજરાતી ફિલ્મ છે. 
સો... બેસ્ટ ઓફ લક.. ટુ ટીમ દે તાલ્લી... 

જિતેન્દ્ર બાંધણીયા
લેખક-સંશોધક, ગુજરાતી સિનેમા

Monday 29 February 2016

બોક્સઓફિસ પર આવી... ઓલ્વેઝ રહીશું સાથે


ગુગલ અને ગુજરાતી ફિલ્મને.. અત્યારે છે એટલો નજીકનો નાતો નહોતો.. એટલે કે, ગુજરાતી ફિલ્મ વિશે લખનારા મિત્રો બહુ ઓછા હતા... ત્યારે ગુગલ પર ખાંખાખોળા કરતા... મને વિક્રમ ઠાકોરની ફિલ્મનો રિવ્યુ લખેલો એક બ્લોગ નજરે ચડ્યો.. વાંચ્યો.. મજ્જા પડી....  પહેલી મજા તો એ વાતની હતી કે, ગુજરાતી ફિલ્મ પર રિવ્યુ લખાયેલો હતો... અને બીજુ એ ગમ્યુ.. કે, ગુજરાતી ફિલ્મ પર 2009થી માત્ર મારા બ્લોગ http://jitendrabandhaniya.blogspot.com  પર જ લખાતુ હતુ.. આ સિવાય પણ વધુ એક બ્લોગમાં ગુજરાતી ફિલ્મ વિશે લખાય છે. એ બ્લોગનું નામ મજ્જાનું છે... "બાપુનો બબડાટ... લિ.યુવરાજ".  માહિતી મેળવતા ખબર પડી કે, આ બ્લોગ.. યુવરાજ જાડેજા નામનો કોઈ યુવાન લખે છે. બ્લોગ પર સંપર્ક માટે મેસેજ છોડ્યો.. પણ જવાબ ન મળ્યો. થયું કે, બાપુ છે, મિજાજી હશે જવાબ ન આપે.. પછી અચાનક જ સંપર્કમાં આવ્યા... વાતો થઈ... ને લાગ્યુ કે, આ બાપુ મિજાજી નથી, મજ્જાના માણસ છે.. એ વખતે તેઓ ફિલ્મની તૈયારીમાં હતા.. અને હવે આ ફિલ્મ બની ગઈ છે, ગયા શુક્રવારથી ફિલ્મ પરદા પર પરીક્ષા આપી રહી છે. ફિલ્મ બોક્સઓફિસ પર સફળ થઈ ન થઈ એ ચર્ચાને બાજુએ મુકીને આ ફિલ્મ માટે યુવરાજને દિલથી અભિનંદન. અભિનંદન એટલા માટે કે, ફિલ્મ બનાવવી છે એવું સપનું સાકાર કરી શક્યા.
અભિનંદન એટલા માટે કે, કોમેડી ઝોનરની ફિલ્મ્સ જ આવી રહી છે ત્યારે મેડિકો લવ સ્ટોરીના એક નવા જ વિષય સાથે બોક્સઓફિસ પર આવ્યા. આવા વિષય સાથે આવવું એ જ હિંમતનું કામ છે. 


ઓલ્વેઝ રહીશું સાથે વિશે...   સ્ટોરી
ઓલ્વેઝ રહીશું સાથે એટલે પરદા પર આવેલી એક મેડિકો લવ સ્ટોરી.
નામ પરથી જ ખ્યાલ આવી જાય કે, આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. 
એક ડોકટર અને દર્દીની લવ સ્ટોરી.
બિમારી સામે ઝઝુમતિ પ્રેમિકા અને તેને બચાવવા માટે મથતા ડોકટરની કહાણીને ફિલ્મમાં રજૂ કરાઈ છે. રીતેશ મોકાસણા લિખિત મારી ઉમર તને મળી જાય.. નવલકથા પરથી આ ફિલ્મ બનાવાઈ છે.

અભિનય
ઉમંગ આચાર્ય અને તિલ્લાના દેસાઈ અભિનીત આ ફિલ્મમાં બંનેની જોડી જામે છે... અને પરદા પર પોતાના કિરદારને બંને ન્યાય આપી શક્યા છે, શૌનક વ્યાસ દર્શકોને હસાવવામાં સફળ રહ્યા છે. બાકીના ઘણા કિરદારમાં જોઈએ એટલું જામતું નથી. કાસ્ટિંગ ડિરેક્ટરની કચાશ ચોખ્ખી દેખાય છે.

સ્ક્રીન પ્લે અને સંવાદ 
કિરદાર પ્રમાણે સંવાદો અને શૈલીનું ધ્યાન રખાયુ હતુ. પણ ક્યાંક ભારે ભરખમ લાગતા સંવાદને હળવી રીતે પણ મુકી શકાયા હોત. 

ગીત સંગીત
ફિલ્મના દિગ્દર્શક યુવરાજ જાડેજાએ લખેલા ગીતો ખરેખર અદભૂત છે... તેમાં સમીર-માનાનું સંગીત ગીતને કર્ણપ્રીય બનાવે છે. પાર્થ ઓઝા, ઐશ્વર્યા મજમુદાર અને ઓસમાણ મીર સહિતના ગાયકોએ આ ગીતમાં જમાવટ કરી છે.
દિગ્દર્શન
પહેલી જ ફિલ્મ હોઈ યુવરાજે કરેલા દિગ્દર્શનની સરાહના તો કરવી જ પડે, આમ પણ અત્યારે જે પ્રકારની ફિલ્મ ચાલી રહી છે તેની સામે આ પ્રકારની લવ સ્ટોરી સાથે આવવું એ પણ છે હિંમતનું કામ છે. પણ હા, દિગ્દર્શન બાબતે એમ પણ ચોક્કસ કહી શકાય કે, ઘણી બધી જગ્યાએ વધુ સારુ કામ થઈ શક્યુ હોત. હવે પછીની ફિલ્મ વખતે યુવરાજ આ અપેક્ષા પણ પૂરી કરે એવી આશા રહેશે.



Sunday 7 February 2016

અભિનયના મહારાણી પદ્મારાણી : શ્રદ્ધાંજલિ સાથે સ્મરણાંજલિ


લોચા+લબાચા+ગપલું+ગોટાળો+જોલ = પોલમપોલ, ટ્રેલર મચાવી રહ્યું છે ધૂમ

       હવે રાહ... તેજસ પડિયા દિગ્દર્શિત ફિલ્મ 'પોલમપોલ'ની. આ ફિલ્મની રાહનું સૌથી પહેલું કારણ એ છે કે,  આ તે કેવી દુનિયા બાદ તેજસની બીજી ફિલ્મ હોઈ ફિલ્મ પાસે અપેક્ષા રહેવાની. ગુજ્જુભાઈમાં જિમિતે જે રીતે ધમાલ મચાવી એ પછી હવે પોલમપોલમાં ડુગ્ગીના કિરદારમાં જિમિત જોવા મળશે એટલે જિમિતના ફેનફોલોઅર્સને આ ફિલ્મની રાહ રહેવાની. એડવર્લ્ડમાં કામ કર્યા બાદ પહેલી ગુજરાતી ફિલ્મ સાથે જીનલની એન્ટ્રી થઈ રહી છે. તો સનત વ્યાસ, સુનિલ વિસરાણી, પ્રેમ ગઢવી, જયેશ મોરે જેવા કલાકારો પણ ફિલ્મ માટે મજબૂત પાસું ગણાય... એટલે હવે રાહ 12મી ફેબ્રુઆરીની...